સંજેલી હાટમાં સડેલ શાકભાજી અને ઓછુ વજનથી લોકોને છેતરપિંડી કરતા મામલતદારને રજુઆત

સંજેલી, સંજેલી તાલુકા મથકે રાજમહેલ-માંડલી રોડ પર આવેલા મેદાનમાં દર શુક્રવારે હાટ બજાર ભરાય છે. જેમાં જુદા જુદા ગામોથી કેટલાક નાના-મોટા વેપારીઓ વિવિધ શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓનુ વેચાણ કરવા માટે આવે છે.

જેમની પાસેથી તાલુકાના ગામડાની જનતા થોડુ સસ્તુ મળે તેવી લાલચમાં હાટમાં ખરીદી માટે આવતા હોય છે. ત્યારે આ ગામડાની અભણ મહિલાઓને તેમની નજર ચુકવીને કેટલાક વેપારીઓ સડેલા શાકભાજી પધરાવી દેતા હોવાની તેમજ તોલમાપમાં પણ ઓછુ આપી ગામડાના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો ગ્રાહકો દ્વારા કરાઈ રહી છે. આ બાબતે એક સામાજિક કાર્યકરે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર કચેરીમાં લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી છે.