ફતેપુરા, ફતેપુરા તાલુકો બનાવવા માટે સંતરામપુર તાલુકામાંથી વિભાજન કરીને ફતેપુરા તાલુકો બનાવવામાં આવ્યો છે. આ તાલુકો બનાવવા માટે ફતેપુરા તેમજ સુખસર વિભાગના લોકોએ એડી ચોટીનુ જોર લગાવ્યુ હતુ. સુખસર વિભાગના લોકોની પ્રબળ માંંગ હતી કે, ફતેપુરાને તાલુકાનો દરજજો આપતા પહેલા સુખસર વિભાગને ઘ્યાનમાં રાખીને ફતેપુરાને તાલુકાનો દરજજો મળ્યો હતો તે વાતને કેટલો સમય વિતી ગયા પછી ફતેપુરા તાલુકાનુ વિભાજન કરીને સુખસરને અલગ તાલુકાનો દરજજો આપવા માટે ફતેપુરા તાલુકા પ્રમુખે ધારાસભ્યને સાંસદ સભ્યને રજુઆત કરી છે.
ફતેપુરા તાલુકા પંચાયતમાં 96 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 96 ગામોને વારંવાર ફતેપુરા તાલુકા પંચાયત ખાતે કોઈને કામ અર્થે આવવુ પડતુ હોય છે. ત્યારે સુખસર વિભાગના ગામડાઓને ફતેપુરા તાલુકામાં આવવા માટે 20 થી 25 કિ.મી.નુ અંતર કાપવુ પડે છે. તેને ઘ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકા પ્રમુખે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ફતેપુરામાંથી સુખસર ગામને અલગ તાલુકાનો દરજજો આપવા માટે ધારાસભ્ય રમેશભાઈ ભુરાભાઈ કટારાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. સુખસર વિભાગના મોટાભાગના ગામડાઓનો સમાવેશ ફતેપુરા તાલુકામાં થાય છે. ત્યારે સુખસર વિભાગને તાલુકો બનાવવામાં આવે તો મોટાભાગના એ વિભાગ બાજુના ગામડાઓને તાલુકાનો લાભ મળી રહે તેમ જ તેમના કામકાજ સરળતાથી થઈ શકે સમય અને નાણાંનો ખર્ચ બચી શકે તે માટે તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન દિનેશભાઈ પારગી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને આ નિર્ણય લઈને તેઓએ ધારાસભ્ય રમેશભાઈ ભુરાભાઈ કટારાને રજુઆત કરી છે.