મ્યાંમારમાં સેના વિરુદ્ધ લોકોનું પ્રદર્શન યથાવત, આજે વધુ ચાર લોકોના મોત

મ્યાંમારમાં સેનાએ કરેલા બળવા બાદથી ત્યાં પ્રજાનું વિરોધ પ્રદર્શન શરુ છે. સામાન્ય લોકો સેનાએ કરેલા સત્તા પલટા સામે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. જે દરમિયાન સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે દરરોજ ઘર્ષણ પણ થઇ રહ્યું છે. રવિવારે આવા જ એક વિરોધ પ્રદર્શન દરમિયાન ચારો લોકોના મોત થયા છે. વો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેનાએ કરેલા ગોળીબારમાં આ લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે લોકોના વિરોધને દબાવવા માટે સેના સતત તેમના પર હિંસક કાર્યવાહી કરી રહી છે. દેશના સૌથી મોટા શહેર યાંગૂનમાં સેનાની ગોળી વાગવાના કારણે બે લોકોના મોત થયા છે. જેમાંથી એક વ્યક્તિના માથામા ગોળી વાગી છે અને બીજી વ્યક્તિને પેટમાં ગોળી વાગી છે.સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે હાપાકાંતમાં પણ એક પ્રદર્શનકારીનું મોત થયું છે અને તેનું કારણ પણ સેનાએ માકેલી ગોળી છે.

તો મ્યાંમારના બીજી નંબરના સૌથી મોટા શહેર માંડલેમાં પણ એક મહિલા પ્રદર્શનકારીનું મોત થયું છે. જેને માથાના ભાગે ગોળી વાગી છે. ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં અત્યાર સુધીમાં 100 કરતા પણ વધરે પ્રદર્શનકારીઓના મોત થયા છે. યાગૂનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં લોકોની ભીડ દેખાઇ રહી છે. જેમાં કેટલાક લોકો માસ્ક પહેરેલા છે, ગોળીઓનો અવાજ આવી રહ્યો છે અને લોકો આમથી તેમ ભાગી રહયા છે.