અમેરિકા બાદ ઇગ્લેન્ડની કંપની ભારતમાં સેમિકન્ડકટર પ્લાન સ્થાપશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકન પ્રવાસ પુર થયાને થોડા જ દિવસો થયા છે કે તેનો પડઘો બ્રિટન એટલે કે યુનાઇટેડ કિંગડમ સુધી પહોંચ્ય છે બ્રિટિશ વડાપ્રધાન ૠષિ સુનકના દેશમાંથી ૩૦ હજાર કરોડ રૂપિયાની ભેટ પણ ભારતને આવી છે.

બ્રિટીશ ફર્મ ઓડિશામાં સેમિકન્ડકટર પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે અગાઉ અમેરિકન કંપની માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે યુકેની કંપની ઓડિશામાં સેમિકન્ડકટર પ્લાન્ટ લગાવવાની તૈયારી કરી રહી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે યુકે સ્થિત એક કંપની ઓડિશાના ગંજમ જિલ્લામાં સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપવાની યોજના બનાવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તબકકામાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.યુકે સ્થિત એસઆરએએમ અને એમઆરએએમ ગ્રુપની ભારતીય શાખા એસઆરએએમ અને એમઆરએએમ ટેકનલજીસ એન્ડ પ્રોજેકટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રાજયમાં સેમિકન્ડકટર યુનિટ સ્થાપવા માટે ૨૬ માર્ચે રાજય સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં તેના અધ્યક્ષ ગુરૂજી કુમારન સ્વામીની આગેવાની હેઠળ કંપનીના અધિકારીઓએ જિલ્લાના છત્રપુર નજીકના કેટલાક શહેરની મુલાકાત લીધી અને ત્યારબાદ છત્રપુરામાં જીલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.

અધિકારીનું કહેવુ છે કે કંપની બે વર્ષમાં એકમ સ્થાપીને ૫,૦૦૦ લોકોને સીધી રોજગારી આપવાનું લક્ષ્ય ધરાવે છે તે લગભગ ૨ લાખ કરોડના રોકાણ સાથે ૨૦૨૭ સુધીમાં અનુગામી તબક્કામાં એકમનું વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે સેમિકન્ડકટર યુનિટ મોબાઇલ ફોન ટેલિવિઝન સેટ સેપટોપ એર કંડિશન અને એટીએમમાં ઉપયોગમાં લેવાતી મેમરી ચિપ્સનું ઉત્પાદન કરશે સેમિકન્ડકટર્સના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર ન હોવાથી તે વિવિધ દેશોમાંથી વાષક આશરે ૩ લાખ કરોડ રૂપિયાના સેમિકન્ડકટર્સની આયાત કરે છે.