અમારી પાર્ટી યુસીસીને લાગુ કરવાની વિરુદ્ધમાં નથી : માયાવતી

લખનો, વિપક્ષ સતત સમાન નાગરિક સંહિતા યુસીસીના વિરોધ કરી રહ્યું છે આ દરમિયાન બીએસપી સુપ્રીમ માયાવતીએ સમાન નાગરિક સંહિતાના સપોર્ટમાં આગળ આવીને વિપક્ષને ઝટક આપ્યો છે.માયાવતીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યુસીસી લાગુ થવાથી દેશ મજબુત થશે અને ભારતીય એકજૂટ થશે તેનાથી લોકોમાં ભાઇચારાની ભાવના પણ વિકસિત થશે આ સાથે જ માયાવતીએ એવું પણ કહ્યું કે યુસીસીને જબરજસ્તી લાગુ કરવું ઠીક નથી આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી સમસ્યાઓ આવશે સરકારે હાલમાં મોંધવારી બેરોજગારી શિક્ષણ અને આરોગ્ય સેવા જેવા મહત્વના મુદ્દા પર ધ્યાન આપવું જોઇએ

બીએસપી સુપ્રીમ માયાવતીએ કહ્યું કે અમારી પાર્ટી યુસીસીને લાગુ કરવાની વિરુદ્ધમાં નથી પણ જેવી રીતે ભાજપ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની કોશિશ કરી રહી છે અમે તેનો સપોર્ટ નહીં કરીએ આ મુદ્દાનું રાજનીતિકરણ કરવું અને જબરજસ્તી યુસીસીને દેશમાં લાગુ કરવું ઠીક નથી

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે સંવિધાનની કલમ ૪૪માં યુસીસી બનાવવાન પ્રયાસન તો ઉલ્લેખ છે પણ તેને થોપવાનું નથી એટલા માટે આ તમામ વાતોનું ધ્યાનમાં રાખીને ભાજપે દેશમાં સમાન નાગકિક સંહિતાને લાગુ કરવા માટે પગલા ઉઠાવવા જોઇએ અમારી પાર્ટી યુસીસી લાગુ કરવાની વિરુદ્ધમાં નથી પણ ભાજપ અને તેની સરકાર તરફથી દેશમાં લાગુ કરવાની રીતથી સહમત નથી.