ગુજરાતમાં ભારે વરસાદ બાદની સ્થિતિ જાણવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

ગાંધીનગર, રાજયમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદથી રાજયના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી છે તો ડેમ,નદી સહિતના જળાશયોમાં પણ પાણીની આવક થઇ છે તો કેટલાક જળાશયોમાં ભયજનક સપાટી સુધી પાણી આવી પહોંચ્યા છે.

ગુજરાતના અનેક જીલ્લાઓમાં સર્જાયેલી તારાજી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસેથી જાણકારકી પ્રાપ્ત કરી છે.તેમજ એનડીઆરએફ એસડીઆરએફ અને પ્રશાસન પુરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે આ સાથે જ તેમને ટ્વીટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર આ કઠી સમયમાં લોકોની સાથે છે તેમજ રાજય સરકારને તમામ મદદ માટે કેન્દ્રની તૈયારી છે.

દરમિયાઇ રાજયમાં ભારે વરસાદે તારાજી સર્જી છે જામનગર શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિ અંગે ચર્ચા કરી છે.મુખ્યમંત્રીએ વોર્ડ નંબર બેમાં ખોડિયાર હોલ ખાતે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમના હાલચાલ પુછયા હતાં મુખ્યમંત્રીની સાથે સાંસદ પુનમ માડમ કૃષિમંત્રી રાધવજી પટેલ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના નેતાઓ અને આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.