ઈસ્લામાબાદ, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે કહ્યું કે તેણે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને વડાપ્રધાન બનવામાં મદદ કરી હતી, પરંતુ તેને તેનો અફસોસ છે.એઆરવાય ન્યૂઝે આ માહિતી આપી હતી.
એઆરવાય ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન, ક્રિકેટર જાવેદ મિયાંદાદે ખુલાસો કર્યો કે તેણે પીટીઆઈ અધ્યક્ષને પીએમ બનવામાં મદદ કરી હતી પરંતુ અફસોસ છે કે તેણે ક્યારેય તેમનો આભાર માન્યો નથી.
એક પ્રશ્ર્નના જવાબમાં તેણે કહ્યું કે મારા પિતાને ક્રિકેટનો ઘણો શોખ હતો, હું અને મારા બધા ભાઈઓ રસ્તા પર તેમજ ટેરેસ પર રમતા હતા.એઆરવાય ન્યૂઝ અનુસાર, જાવેદ મિયાંદાદે કહ્યું કે જ્યારે પણ તે રાષ્ટ્રીય ટીમ માટે રમે છે, ત્યારે તેણે હારના માજનને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો હતો, અને ઉમેર્યું હતું કે કોઈપણ ખેલાડીએ તેની કેપ્ટનશિપ સામે વાંધો ઉઠાવ્યો નથી.
ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૧૮ માં પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા અને ૩ વર્ષથી વધુ સમય સુધી દેશની સેવા કરી હતી, પરંતુ તેઓ તેમનું ચોથું વર્ષ પૂર્ણ કરે તે પહેલાં, એપ્રિલ ૨૦૨૨ માં, પીટીઆઈ અધ્યક્ષને અવિશ્ર્વાસ પ્રસ્તાવને કારણે પદ પરથી હટાવવામાં આવ્યા હતા.