દાહોદ, બપોરના સમયે પોતાના ખેતર બાજુ કુદરતી હાજતે ગયેલ ધાનપુર તાલુકાના પાવ ગામની સગીરા મૂળ પાનમ ગામનો વતની અને હાલ પાવ ગામે રહેતો યુવાન પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.
પાવ ગામે ઉચવાસ ફવિયામાં રહેતી 15 વર્ષ 9 માસની ઉંમરની સગીરા ગત તા. 16-6-2023ના રોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે પોતાના ખેતર બાજુ કુદરતી હાજરે ગઈ હતી. તે દરમ્યાન મૂળ પાનમ ગામનો વતની અને હાલ પાવ ગામે ઉચવાસ ફળિયામાં રહેતો નરેશભાઈ પેનુભાઈ વહોનીયા નામનો યુવાન સગીરાને પોતાની પત્ની તરીકે રાખવા સારૂ પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. અપહૃત સગીરાના પિતાએ પોતાની છોકરીનો સામાજીક રીતે નિકાલ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમા તેઓને સફળતા મળી ન હતી. જેથી તેઓએ આખરે ધાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે હાલ પાવ ગામે રહેતા અને પાનમ ગામના મૂળ વતની નરેશભાઈ પેનુંભાઈ વહોનીયા વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.