દાહોદના બોરીયાળા ગામ નજીક ગાયો ભરેલ બોલેરો પલ્ટી જતાં ગાયોને ઈજાઓ

દાહોદ, દાહોદ તાલુકાના બોરીયાળા નજીક એક ગાયો ભરેલી બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતાં ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો જ્યારે ગાયોને ઈજાઓ થયાનું જાણવા મળે છે.

આજરોજ દાહોદ તાલુકાના બોરીયાળા ગામેથી એક બોલેરો ગાડીમાં ગાયો ભરી ગાડીનો ચાલક પસાર થઈ રહ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, ગાયો ભરેલ આ ગાડી રાણાપુરથી પાંચવાડા તરફ જઈ રહી હતી. ત્યારે બોરીયાળા નજીક બોલેરો ગાડીને અકસ્માત નડતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. ગાડી પલ્ટી ખાતા ગાડીમાં ભરેલ ગાયોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જી ગાડીનો ચાલક ફરાર થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સંબંધે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.