દાહોદ, દાહોદ શહેર તાલુકા તેમજ જીલ્લામાં અવીરત પણે વરસાદ વાવણી લાયક વરસ્યો હોવાના કારણે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે અને તેને લઈને વિવિધ પાકોની વાવણી કરવા માટે ખેડૂતો ખાતર તેમજ બિયારણનો ઉપયોગ કરતા હોય છે અને તે ખાતર અને બિયારણના જથ્થાની કીટ લેવા માટે કિસાન સુવિધા કેન્દ્ર ખાતે અરજીઓ કરી હતી પરંતુ તેમ છતાંય દાહોદની અનાજ માર્કેટમાં છેલ્લા 15 થી 20 દિવસ સુધી તેઓ આવતા હોય પરંતુ તેમને જથ્થો ન મળતો હોય તેને લઈને તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં દાહોદ તાલુકાના 20 થી 25 જેટલા ગામોના ખેડૂતો દાહોદની અનાજ માર્કેટ ખાતે કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ખાતર તેમજ બિયારણનો જથ્થો લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમને જથ્થો ન અપાતો હોવાની બાબતે તેઓએ અનાજ માર્કેટ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને તેને લઈને કિસાન સુવિધા કેન્દ્રના અધિકારી દ્વારા તારીખ 30 મી જૂન નારોજ પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે.