ગોધરાના ધોળાકુવા ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી અકસ્માતમાં ખપાવવાનું કાવતરું

પોલીસે ગણતરીના કલાકોમાં પ્રેમી અને મૃતકની પત્નીની અટકાયત કરી.

ગોધરા,
ગોધરા ના ધોળા કુવા ગામે રહેતા યુવાનની પત્નીના પ્રેમીએ પ્રેમ સંબંધોમાં આડે આવતાં હોય જેને લઈ ધારદાર હથિયાર થી ગળુ કાપીને અકસ્માતમાં ખપાવી દેવાની કોશીષ કરી પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ કરી હત્યાના ગુનામાં મરણજનારની પત્ની અને હત્યારા પ્રેમીની ધરપકડ કરવામાં આવી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરાના ધોળાકુવા ગામે રહેતા રાજેશકુમાર ઉર્ફે રાજુ ગુલાબભાઈ માવીની પત્ની સુરેખા ઉર્ફે સુર્યાના દોઢ વર્ષથી પિન્ટુ વિનોદભાઈ બારીયા સાથે આડા સંબંધો ધરાવતા હતો બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેને લઈ પિન્ટુ બારીયા ૮ મહિના અગાઉ ભગાડી ગયો હતો. જે મામલો પંચરાહે સમાધાન કરીને સુરેખાને તેના પતિ રાજુભાઇ માવીને સોંપવામાં આવી હતી. તેમ છતાં સુરેખા અને પિન્ટુ બારીઆ વચ્ચે આડા સંબંધો ચાલુ રહ્યા હતા. પ્રેમ સંબંધોમાં આડે આવતાં સુરેખાના પતિ રાજુ માવીનું કાસબ કાઢવાના ઈરાદા સાથે પિન્ટુ બારીઆ એ રાજુ માવીને ધોળાકુવા પત્થરની ફેકટરી પાસે બોલાવ્યો હતો. રાજુ કઈ સમજે ને પહેલા પિન્ટુ બારીઆ એ ધારદાર હથિયારના ધા ગળાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. રાજુ માવીની હત્યાને અકસ્માતમાં અપાવવા માટે પિન્ટુ બારીઆ એ રાજુ માવીની રીક્ષા પથ્થર ફેકટરી સામે હાઈવે બાજુના ખાડામાં ગબડાવી દીધી હતી. તેમજ રીક્ષાની રીક્ષાના કાચ અને બોડીને નુકશાન કરી અકસ્માતમાં ખપાવવાનું કાવતરું રચ્યું હતું.

આ બાબતે ગીતાબેન રાવી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં રાજુ માવીની હત્યા કરનાર હત્યારા પિન્ટુ બારીઅ અને સુરેખાની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલ બન્ને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે.