દાહોદ, આદિવાસી સમાજની 4 વર્ષની દિકરી રાનુ મછાર ઉપર દુષ્કર્મ કરનાર પિશાચને ફાંસીની સજા અને પલસાણાના બાલેશ્ર્વર ખાતે આવેલી સંસ્કાર વિધાસંકુલ ખાતે જી.એન.એમ.નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાનું રહસ્યમય મોત (હત્યા)ની તપાસ કરી દોષિતોને ફાંસીની સજા આપવા બાબતે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, આદિવાસી સમાજની 4 વર્ષની દિકરી રાનુબેન મછાર ઉપર દુષ્કર્મ કરનાર પિશાચને ફાંસીની સજા તાત્કાલિક થવી જોઈએ કારણ કે, સુરત ખાતે માસુમ ફૂલ જેવી દિકરી દિવ્યા રાઠોડની હત્યા અને બળાત્કારની દુ:ખદ ઘટનાને હજુ તો આશરે 2 મહિના જેવો સમય થયો. ત્યાં તો ફરી એકવાર સુરતમાં 4 વર્ષની માસુમ દિકરી હેવાનીયતનો શિકાર બની હતી. બે મહિના પહેલા હેવાનિયતનો ભોગ બનેલ દિકરી દિવ્યા રાઠોડની આત્મા અને પરીવારજનો હજુ ન્યાય માટે તરવરી રહેલ છે. ત્યાં તો ફરી એવીજ ઘટનાનું પુનરાવર્તન થવું એ ન્યાયતંત્ર માટે ઘણું દુ:ખદ અને શરમજનક બાબત છે. આદિવાસીઓ સાથે આદિકાળથી અન્યાય થતાં આવ્યા છે અને 4 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થયું છે. એમાં ગુજરાત સરકારનું બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર અહી ચરતાર્થ થતું નથી. આપણાં દેશમાં પણ આવા નરપીશાચો માટે અરબ દેશો જેવા નીતિનિયમો લાગુ કરી જાહેરમાં આકારમાં આકરી સજા તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને પલસાણાના બાલેશ્ર્વર ખાતે આવેલ સંસ્કાર વિધાસંકુલ ખાતે જી.એન.એમ.નર્સિંગ માં અભ્યાસ કરતી છાત્રા સોનલબેન જીતેશભાઈ ચૌધરીના રહસ્યમય મોત (હત્યા)ની તપાસ તાત્કાલિક ધોરણે કરી ગુન્હેગારોને ફાંસીની સજા આપવામાં આવે નહિ તો આદિવાસી સમાજ સાથે આવા વારંવાર થતાં અન્યાય ની સામે આદિવાસી સમાજ આગામી દિવસોમાં આકસ્મિક કાર્યક્રમ આપશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટ કરતાં તંત્રની રહેશે. આ સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યઓ, જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વિરોધ પક્ષના નેતા, તાલુકાપ્રમુખ/શહેર પ્રમુખઓ, ચુંટાયેલા તાલુકા/જીલ્લાના સભ્યઓ, જીલ્લા/તાલુકાના વિવિધ ફ્રન્ટલના પ્રમુખઓ તથા તમામ કોગ્રેસ પાર્ટીના આગેવાનઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.