દાહોદ (ક) વિસ્તારની સર્વે નં.5980માં નિર્માણ થતી સોસાયટીમાં ડેવલોપમેન્ટ પ્લાન મુજબ 18 મીટર રસ્તાની જગ્યાને છોડતા સીટી સર્વેમાં રજુઆત

દાહોદ,દાહોદ(ક)ની સર્વે નં.5981, 5980, 5978માંં ત્રણ સોસાયટીઓના બાંંધકામની કામગીરી શરૂ કરાઈ છે. આ સોસાયટી વિસ્તારમાં 18 મીટરનો ડી.પી.રોડની જગ્યા છોડવાની શરત રાખવામાં આવી હતી. નિયમ મુજબ 18 મીટર રોડની જગ્યા છોડવામાં આવી નથી. ત્યારે આ સોસાયટીઓમાંં ડી.પી.રોડના માપણી કરાવી જગ્યા છોડવામાં આવે તેવી રજુઆત સીટી સર્વે દાહોદને કરવામાં આવી.

દાહોદ(ક)ના રે.સર્વે નં.5981,5980,5978માં ડેવલોપમેન્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબ 18 મીટર ડી.પી.રોડની જગ્યા છોડવાની શરત રાખવામાં આવી છે અને આ સર્વે નંબરવાળી જમીનમાં 18 મીટરનો રસ્તાની જગ્યા છોડીને બાંધકામ કરી શકાય છે. આ સર્વે નંબરવાળી જમીનમાં નૂર-1, નૂર-2 અને હકીમી સોસાયટીઓ બની રહી છે. આ નિર્માણ પામતી સોસાયટીઓમાં કાયદાની જોગવાઈ મુજબ સર્વે નં.5980માં જોગવાઈ મુજબ 18 મીટર ડી.પી.રોડ છોડવામાં આવી નથી. ઉપર થી સર્વે નં.5978, 5971 માંથી ડી.પી.રોડની જગ્યા પચાવી પાડી છે. ડેવલોપમેન્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબ ડી.પી.રોડની એકબાજુ કૈલાશ મિલ રોડ થી ઉકરડી રોડને જોેડે છે. તે 18 મીટરની જગ્યા નહિ છોડવામાં આવતાં સાંંકડી ગલી બની જશે ભવિષ્યમાં 150 મકાનો નિર્માણ થતાં લોકો રહેવા આવશે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે આ બાબતે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દાહોદને 18 મીટર ડી.પી.રોડની જગ્યાની માપણી કરી છોડવામાં આવે તે જરૂરી છે.