વેજલપુર ગામે મનરેગા યોજનામાં હાઈવે થી મોટા મહાદેવ થઈ નદી સુધીનો સી.સી.રોડમાં ભ્રષ્ટાચાર આચરી ઘણાં સમયથી અધુરો મુકતા ચોમાસામાં કફોડી હાલત

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે મનરેગા યોજનામાં હાઈવે થી મોટા મહાદેવ મંદિર થઈ નદી સુધીનો સી.સી. રોડ મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા લેવલિંગ કર્યા વગર અધુરી કામગીરી કરી મસમોટો ભ્રષ્ટાચાર આચરી ઘણા સમયથી અધુરો મુકતા ચોમાસામાં કફોડી રાહદારીઓની કફોડી હાલત અને ચોમાસામાં સામાન્ય વરસાદ થાય તો રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે. જેથી મનરેગાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મિલી ભગત થી મસમોટા ભ્રષ્ટાચારની પોલ ખુલી બીજી તરફ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર ઉપર પડદો ધકવાનો પ્રયાસ હાઈવે થી મહાદેવ મંદિર તરફ જવાનો સી.સી.રોડ અધુરો મુકતા ચોમાસાની ઋતુમાં ભયંકર કાદવ-કીચડ થતાં ભ્રષ્ટાચારને છુપાવવા વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ટ્રેકટરના પાવડા દ્વારા કાદવ-કીચડ સરખું કરી કાદવ-કીચડ ઉપર સિમેન્ટના પોલ બનાવતી કંપની માંથી વેસ્ટ ભૂકી, કાદવ-કીચડ ઉપર નાખવામાં આવી છે અને ભ્રષ્ટાચાર ઉપર પરદો ઢાંકવામાં આવ્યો છે.