રજનીકાંત અન્નામલૈયાર મંદિરે પહોંચ્યા, સુપરસ્ટારની સાદગીથી ચાહકો પ્રભાવિત થયા

ચેન્નાઇ, સુપરસ્ટાર રજનીકાંત આ દિવસોમાં ફિલ્મ ’લાલ સલામ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ તમિલનાડુમાં ચાલી રહ્યું છે. આજે, ફિલ્મના શૂટિંગ વચ્ચે, અભિનેતાએ અન્નમલૈયાર મંદિરની મુલાકાત લીધી હતી. અહીં પહોંચ્યા પછી, અભિનેતાએ પ્રાર્થના કરી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન તેની સાદગીએ સૌના દિલ જીતી લીધા હતા. આટલો મોટો સુપરસ્ટાર હોવા છતાં અભિનેતા સામાન્ય માણસની જેમ મંદિરમાં દર્શન કરવા ગયો હતો.

જ્યારે રજનીકાંત મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ત્યારે તેમની આસપાસ ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. રજનીકાંતની ફિલ્મ ’લાલ સલામ’ની વાત કરીએ તો તેનું દિગ્દર્શન તેની પુત્રી ઐશ્ર્વર્યા ધનુષ કરી રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત કેમિયો રોલમાં જોવા મળશે. રજનીકાંત ’લાલ સલામ’માં મોઈદીન ભાઈની ભૂમિકામાં જોવા મળશે. તેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ચૂક્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા રજનીકાંત એક અઠવાડિયા સુધી મુંબઈમાં રહ્યા બાદ પણ આ ફિલ્મ માટે શૂટિંગ કરી ચૂક્યા છે. તેણે દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ સાથે પણ શૂટિંગ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કપિલ દેવ પણ જોવા મળશે. મુંબઈમાં શૂટ દરમિયાન રજનીકાંતે કપિલ દેવ સાથેની એક તસવીર પણ શેર કરી હતી