ઈન્ડોનેશિયામાં ૫.૮ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડવા લાગ્યા

જકાર્તા, ઈન્ડોનેશિયામાં ૫.૮ની તીવ્રતાના ભૂકંપથી ખળભળાટ મચી ગયો છે. ધરતી અને ઘરોને ધ્રૂજતા જોઈને લોકો અચાનક ઘરની બહાર દોડવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાના કેટલાક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. જો કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ ગંભીર નુક્સાન કે જાનહાનિના અહેવાલ નથી. પરંતુ અનેક મકાનોને નુક્સાન થયાના અહેવાલ છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી હતી.

ભૂકંપનું કેન્દ્ર ૮૬ કિલોમીટર (૫૩.૪ માઇલ) ની ઊંડાઈએ, યોગકાર્તા પ્રાંતના બંતુલ રીજન્સીના એક ગામ, બમ્બંગાલીપુરોથી દક્ષિણ-પશ્ર્ચિમમાં ૮૪ કિલોમીટર (૫૨ માઇલ) હતું. ઈન્ડોનેશિયાની હવામાનશા, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિકલ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ આટરશોક્સની ચેતવણી આપવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપની શરૂઆતની તીવ્રતા ૬.૪ હતી. યોગકાર્તા જાવાનીસ સંસ્કૃતિનું એક પ્રાચીન કેન્દ્ર છે અને સદીઓથી શાહી રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું છે. તે બે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનું ઘર છે – પ્રમ્બાનનનું વિશાળ હિન્દુ મંદિર અને પ્રખ્યાત બોરોબુદુર મંદિર. વર્ષ ૨૦૦૬માં ૬.૪ની તીવ્રતાના ભૂકંપમાં ૬૨૦૦ લોકોના મોત થયા હતા.

આ વખતે ૫.૮ની તીવ્રતાના ભૂકંપને કારણે લોકો ઘરની બહાર ભાગી ગયા હશે, પરંતુ અત્યાર સુધીમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે ૨૦૦૬ માં ૬.૪ તીવ્રતાના ભૂકંપમાં ૬,૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ૧૩૦,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા, ઇન્ડોનેશિયામાં બે મંદિરોને નજીવું નુક્સાન થયું. મંદિરોને નજીવું નુક્સાન ભગવાનનો ચમત્કાર માનવામાં આવતું હતું.