ફિલ્મ ’ક્લાસ ઓફ ૮૩’ સાથે બોલિવૂડમાં ૨૫ વર્ષ પણ પૂરા કરશે બોબી દેઓલ

મુંબઈ,
હિન્દૃી ફિલ્મો ઉદ્યોગમાં રાજકારણ, પોલીસ, ગેંગસ્ટર જેના વિષય પર એટલી બધી ફિલ્મો બની ચૂકી છે કે નિર્માતાઓ માટે આ વિષય પર હવે કોઈ ફિલ્મ બનાવવી મોટો પડકાર બની ગયો છે. મુંબઈના અંડરવર્લ્ડ, ગેંગવોર અને એક્ધાઉન્ટરને પણ ફેન્સ એટલી બધી વાર પડદા પર જોઈ ચૂક્યા છે કે તેમને આ મામલે હવે કોઈ નવાઈ લાગતી નથી. અતુલ સભરવાલ નિર્મિત ક્લાસ ઓફ ૮૩ની સૌથી મોટી સમસ્યા આ જ છે અને ફિલ્મની મજબૂરી પણ છે.
આ ફિલ્મ એક પીરિયડ નોવેલ પર આધારિત છે તેને કારણે લેખક પાસે વધારે પ્રયોગ કરવાની તક પણ રહેતી નથી. એસ. હુસૈન ઝૈદીની નવલકથા ક્લાસ ઓફ ૮૩ પનિશર્સ ઓફ મુંબઈમાંથી આ ફિલ્મની વાર્તા લેવામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ થવાની સાથે બોબી દેઓલના બોલિવૂડમાં ૨૫ વર્ષ પણ પૂરા થઈ ગયા.

ઝૈદી ઇન્વેસ્ટિગેશનના પત્રકાર છે અને તેમની વાર્તાઓ પરથી અગાઉ બ્લેક ફ્રાઇડે, શૂટઆઉટ એટ વડાલા, ડોંગરી ટુ દુબઈ જેવી ફિલ્મો બની ચૂકી છે. ક્લાસ ઓફ ૮૩માં મુંબઈના મૃતપ્રાય મિલોના મજૂરોની આર્થિક સ્થિતિ અને બિલ્ડરોના ઉદભવની વાત છે. બોબી દેઓલ આઇપીએસ અધિકારનો રોલ કરી રહૃાો છે. સંયોગ છે કે ૨૫ વર્ષની કરિયરમાં બોબી દેઓલને ક્યારેય પોલીસની વદી પહેરવાનો મોકો મળ્યો ન હતો. આ રોલમાં તેની પ્રતિભા નીખરી છે. તેની સાથે પાંચ નવોદિત કલાકારો છે.