પાલનપુર, બનાસકાંઠાના અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચેખલા ગામ પાસે બનેલી આ અકસ્માતની ઘટનામાં ૪ લોકોનાં મોત થયા છે. અમીરગઢથી પાલનપુર જઈ રહેલી ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો. જ્યારે ટ્રકને પણ નુક્સાન થયું હતું. ઘટના બાદ ગભીર રીતે ઈજાગ્રસ્ત ૨ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પણ સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનામાં ૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.