હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે પ્રાંતિજ અને તલોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં એક જ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજ શહેરના ભાંખરિયા ચોક વિસ્તારમાં પાણી ઘૂંટણ સમા ભરાઈ જવા પામ્યા હતા. મોડી સાંજના સમયે વરસાદ વરસતા પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વડાલી અને પોશીના તાલુકા કોરાધાકોર રહ્યા હતા. જ્યારે હિંમતનગર, ઈડર, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાઓમાં હળવા ઝાપટા વરસ્યા હતા. જોકે દિવસભર વાતાવારણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ રહ્યુ હતુ. જોકે પ્રાંતિજ તલોદ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.સાંજના અરસા દરમિયાન વરસાદ ધોધમાર રુપે શુક્રવારે વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદ વરસવો સાંજના સમયે વરસવો શરુ થયો હતો. જેને લઈ પ્રાંતિજના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ તળાવ અને નદી સ્વરુપ જોવા મળી રહ્યા હતા. ડ્રેનેજ સિસ્ટમની અયોગ્ય સંભાળને લઈ ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વિશાળ તળાવ જેવી સ્થિતી સર્જાઈ હતી.
ભારે વરસાદને લઈ ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈ પાણી હનુમાનજી મંદિર પરિસર વિસ્તારમાં અને ગર્ભગૃહમાં ભરાવા લાગ્યા હતા. મંદિર પરિસર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. શાસ્ત્રી બજાર વિસ્તાર એટલે કે હનુમાનજી મંદિર જ્યાં આવેલુ છે એ ભાંખરિયા વિસ્તારમાં સ્થિતી વધારે મુશ્કેલ બની હતી. વિસ્તારના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પાણી વિસ્તારમાં ઘૂંટણ સમુ ભરાઈ જવા પામ્યુ હતુ.
હરસોલ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શુક્રવારે સાંજે વરસ્યો હતો. વિસ્તારમાં ધોધમાર વરસાદ હરસોલ, સુલતાનપુર, પડુસણ અને વાવ વિસ્તારમાં વરસ્યો હતો. હરસોલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.