જૂનાગઢમાં મેઘતાંડવ: ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો,આવી જ સ્થિતિ અંજારમાં

જૂનાગઢ, ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં તો જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. આવી જ સ્થિતિ કચ્છના અંજારમાં જોવા મળી છે, ત્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય પૂર્વ કચ્છમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા. પૂર્વ કચ્છના અંજારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અંજારમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અંજાર અને જૂનાગઢ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યો છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરલો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે.

આ સાથે વેરાવળમાં ૬ ઇંચ, સુત્રાપાડા ૮ ઇંચ, કોડીનારમાં ૩.૫ ઇંચ, અમરેલી શહેરમાં ૩ ઇંચ, ગ્રામ્ય વિસ્તારમાં ૪થી ૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે સૌરાષ્ટ્રના ઉપલેટા, ધોરાજીમાં ૬ ઇંચ અને જેતપુર, ગોંડલમાં ૫ ઇંચ વરસાદ પડ્યો છે. આ તરફ તાલાલા પંથકમાં ૨ ઇંચ, ચોટીલામાં ૪ ઇંચ વરસ્યો છે. આ સાથે ઉનામાં ૫ ઇંચ, વિસાવદરમાં ૮ ઇંચ અને મહુવામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ નદી-નાળા છલકાઈ ગયા છે. આ તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં નવ ઈંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ , તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી, બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્ર્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.