શહેરા,
પંચમહાલ શહેરાના પાલીખંડા સ્થિત આવેલ આસ્થાના પ્રતીક સમા અને પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા મુજબ ભરાતો શિવરાત્રીનો લોક મેળો કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવાનો ટ્રસ્ટીગણ દ્વારા નિર્ણય લેેવામાં આવ્યો છે. શિવરાત્રિની રાત્રિએ સ્વયંભૂ મરડેશ્ર્વર મહાદેવનું શિવલિંગ ચોખાના દાણા જેટલું વધતુ હોય છે.
પંચમહાલ જિલ્લાના શહેરાના પાલિખંડામાં આવેલ સ્વયંભૂ મરડેશ્ર્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક રીતે બહુ મહત્વ રહેલું છે અને ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના ભક્તોની પણ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. વર્ષોની પરંપરા મુજબ શહેરાના મરડેશ્ર્વર મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે ભરાતો લોક મેળો પ્રવર્તમાન કોરોના સંક્રમણ ના કહેર ના કારણે નહી ભરવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા લેવામાં આવ્યો છે.મહાશિવરાત્રી ના દિવસે દૂર દૂર થી ભક્તો ભગવાન શંકરમાં આસ્થાના કારણે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે.પરંતુ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નોંધનીય છે કે મહાશિવરાત્રી પર્વનું અનેેે મહત્વ રહેલું છે કહેવાય છે કે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે સ્વયંભૂ પ્રકટ થયેલું શિવલિંગ છે તેના કદમાં એક ચોખા જેટલી લંબાઈનો વધારો થાય છે સાથે જ શિવલિંગ નો આકાર રુદ્રાક્ષ સમાન છે. ગયા વર્ષે પણ કોરોના મહામારીના કારણે મહા શિવરાત્રી નો લોકમેળો રદ કરવામાં આવ્યો હતો જ્યારે આ વખતે શિવરાત્રિના દિવસે સરકાર ની માર્ગદર્શિકા મુજબ દર્શન માટે આવનાર ભક્તોને કોવિડની માર્ગદર્શિકા અનુસાર દર્શન કરવા દેવામાં આવશે, પરંતુ ” ચેતતો નર સદા સુખી “ની કહેવત અનુસાર મરડેશ્ર્વર મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને લઈ આજરોજ ભરાનારા મહાશિવરાત્રીના પર્વની ઉજવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.