દાહોદ જિલ્લાના લીમડી ગામની સ્કૂલના શિક્ષક કોરોના સંક્રમીત

રાજયમાં કોરોનાના કેસે ફરી માથું ઊચકતા કોરોનાના .કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અગાઉ સુરત,નવસારી બાદ દાહોદ જીલ્લામાં પણ કોરોનાની દસ્તક જોવા મળી રહી છે જેથી.દાહોદ જિલ્લાની લીમડી બી.પી અગ્રવાલ હાઇસ્કૂલમાં શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ સરકારના નિર્દેશને અનુસરી ને રાજયમાં શાળાઓ ખોલવામાં આવી હતી તેમજ.શાળાઓમાં કોરોના ની ગાઈડનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હોવા છતાં શાળાના બાળકો અને શિક્ષકો પણ સ્કૂલ શરૂ થતાં કોરોના સંક્રમિત બન્યા છે. તેમજ કોરોનાકેસ માં વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે સ્કૂલમાં શિક્ષકો કોરોના સંક્રમિત થતાં પંચાયત દ્વારા સમગ્ર સ્કૂલને સેનેટાઇઝર કરવામાં આવી હતી. તેમજ હવે બીજા શિક્ષકો અને બાળકો કોરોના સંક્રમિત ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્કૂલમાં બાળકો અને શિક્ષકોને પ્રવેશ આપતી વખતે સેનેટાઇઝ પણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.