કાલોલ,
કાલોલ તાલુકાના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી ખનિજ માફિયાઓ દ્વારા બેફામ રેતીનું ખનન કરવામાં આવતું હોય છતાં ખાણ-ખનિજ વિભાગ કે તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી નથી. જેને લઈ ઘુસર સરપંચ દ્વારા ગોમા નદીમાં થતી રેતી ખનનનો વિડીયો બનાવી ફેસબુક ઉપર વાયરલ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે.
કાલોલ તાલુકા માંથી પસાર થતી ગોમા નદી માંથી બેરોકટોક રીતે ખનિજ માફિયાઓ રેતી ખનન કરતા હોય છે. ગોમા નદી માંથી થતા રેતી ખનન ને રોકવાના પ્રયાસો માત્ર ખનિજ વિભાગ દેખાવ પુરતા કરતા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગોમા નદી માંથી થતી રેતી ખનન ઉપર રોક લગાવવામાં ખનિજ વિભાગ અને તંત્ર નિષ્ફળ નિવડેલ છે. કાલોલના ઘુસર ગામની સીમ માંથી પસાર થતી ગોમા નદીના પટ માંથી રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. અવારનવાર રજુઆતો થતાં તંત્ર કે ખાણ-ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાંં આવતી નથી. જેને લઈ દિનપ્રતિદિન ખનિજ માફિયાઓ બેફામ બનતા હોય છે. ત્યારે ઘુસર ગોમા નદીના પટમાંથી રેતી ખનન કરાતી હોય તેવા વિડીયો સરપંચ બનાવીને તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી નથી. તેવા આક્ષેપ સાથે ફેસબુક ઉપર વાયરલ કરી દેતાં તંત્રમાં હડકંંપ મચી જવા પામ્યો છે.
કાલોલ તાલુકાના ઘુસરમાં આવેલ ગોમાં નદીમાં ખનીજ માફિયા થાય બેફામ : સોશિયલ મીડિયામાં વિડિઓ થયો વાયર
ખનિજ માફિયાઓથી લોકોને ડર…
વર્ષોથી ગોમા નદી એક રેતી માટે સોનાની ખાણ સમાન છે. અહીં મોટા પ્રમાણમાં રેતી આવતી હોવાથી સરકાર અને ભૂમાફિયાઓની નજર મંંડાય છે. અને રાત-દિવસ ખનિજ માફિયાઓ પાસની આડમાંં મંજૂરી કરતા વધુ પ્રમાણમાં રેતીનું ખનન કરી રહ્યા છે. છેલ્લા લાંબા સમય થી ઘુસર વિસ્તારમાં રાત-દિવસ ટ્રેકટર તથા ટ્રકો ભરીને રેતી ભરીને વાહનો પસાર થાય છે. પરંંતુ સરપંચ કે સ્થાનિક લોકો આ ગેરકાયદે હેરાફેરી કરનાર સામે કોઈ ઉચ્ચારણ કે રજૂઆત કરી શકતા નથી અને ખનિજ માફિયાઓનો ડર પ્રજાને સેવાઈ રહ્યો છે. એટલું જ નહિ તંત્ર પણ આ રેતી માફિયાઓથી ડરી રહ્યા છે.
બીજા દિવસ થી હેરાફેરી શરૂ થઈ જાય છે.
કાલોલ તાલુકા પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી બેરોકટોક રેતીનું ખનન થતું હોય છે. ગેરકાયદે પ્રમાણે રેતીની હેરાફેરી થતી રહે છે. તંત્ર માત્ર દેખાડો કરીને સામાન્ય કાર્યવાહી કરી છે. અને બીજા દિવસે આ વિસ્તારમાં રાત-દિવસ ટ્રેકટરો તથા ટ્રકો ભરીને રેતી પસાર કરવામાં આવીને ખાણ અને ખનિજ વિભાગ જાણે બીજા દિવસે મંજૂરી આપી દેવાઈ હોવાનંું જોવા મળે છે. ઘુસર ગામમાં આ ટ્રેકટરો તથા ટ્રકોની હેરાફેરી બંધ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી