મોસ્કો, યુક્રેન અને રૂસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ રોકવાનું નામ નથી લઇ રહ્યુ ત્યારેે રૂસી મિસાઇલોને ઇસ્ટર્ન યૂક્રેનના ર્ક્રેમટોર્સ્ક માં સ્થિત બિલ્ડિગને નિશાન બનવામાં આવી હતી. હૂમલામાં ચાર લોકોની મોત થઇ ગઇ હતી. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે. ડોનેસ્ક વિસ્તારના મિલિટ્રી એડમિન્સ્ટ્રેશન ચીફ પાવલોએ કિરિલોકોએ જણાવ્યુ હતુ કે, આ હૂમલો સાંજના સમયે ૭:૩૦ વાગ્યે થયો હતો.
અમે એ જાણાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, આ હૂમલાાથી કેટલા લોકોની મૌત થઇ છે. અને કેટલા લોકો ઘાયલ થયા છે. આ સીટી સેન્ટર છે. આ સીટી સેન્ટરની એકત્રિત થવાની જગ્યા છે.રિપોર્ટ અનુસાર શહેરના બાહરી વિસ્તારોમાં આ બીજો મિસાઇલ હુમોલ છે. યુક્રેનના ગૃહમંત્રીએ ઇહોર ક્લીમેકોએ જણાવ્યુ હતુ કે, રૂસ જાણી જોઇને ભીડ વાળા વિસ્તારોને નિશાન બનાવી રહ્યુ છે. હૂમલાના તુરંત બાદ ઘાયલોની મદદ માટે સારવાર માટે ટીમ મોકલવામાં આવી હતી.
એ યાદ રહે કે રૂસ અન યુક્રેન વચ્ચે યુદ્ધ ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીમાં શરુ થયુ હતુ. ત્યારથી યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં કેટલાય લોકોની જીવ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હજી પણ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે.