દે.બારીયા,
દે.બારીયાની મા.શાળા એસ.આર.હાઈસ્કુલમાંં બે શિક્ષકોનો કોરોનાનો કેસ પોઝીટીવ આવતા શાળા વર્તુળમાં ચિંતાનું કારણ બન્યું છે. જોકે આ બે કોરોનાગ્રસ્ત શિક્ષકોને રજા આપવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ છેલ્લા બે-ત્રણ માસથી અટકયુ હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કેસનું પ્રમાણ નહિવત થતા એક તબકકે એવું માનવામાં આવતું હતું કે, હવે કોરોનાએ વિદાય લીધી છે. તેમાંય દાહોદ જીલ્લાના દે.બારીયામાં કોરોનાનું પ્રમાણ ધટતા લોકોમાં હાશકારો વ્યાપ્યો હતો અને લોકો પૂર્વવત પોતાના કામ ધંધામાં પરોવાઈને રોજીંદા કામોથી જીવનધોરણ શાંતિપૂર્ણ આગળ ધપી રહ્યું હતું. ત્યારે અગાઉ એક વર્ષથી બંધ રહેલ શાળાઓને ધીરેધીરે ખૂલવામાં આવી રહી છે. ખાસ કરીને માધ્યમિક વિભાગને ખોલવામાં આવતાં શરૂ આતમાં સમગ્ર ગુજરાત સહિત દાહોદ જીલ્લામાંથી વાલીઓ પણ વિરોધ કરીને ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા હતા. કારણ કે, જો શાળાઓ ખોલવામાં આવે તો ભીડભાડના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવવાની દહેશત સેવીને નાના ભૂલકાંઓનું સ્વાસ્થ્ય બગાડવાની ચિંતા સેવીને વાલીઓ પણ દ્વિધાભરી સ્થિતીમાં મુકાયા હતા. ત્યારે હવે વર્ગોમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે દેવગઢ બારીયામાં આવેલી એસ.કે.હાઈસ્કુલમાં ફરજ બજાવતા પરાગ અને બંટી નામક બે શિક્ષકોની તબીયત નાદુરસ્તી રહેતા તેઓએ પરિક્ષણ કરાવાતા તેઓને કોરોના પોઝીટીવ આવતા ચિંતાનું કારણ બન્યું હતું. બે શિક્ષકોને પોઝીટીવ કોરોનાનો કેસમાં સપડાતા વાલીઓ પણ ચિંતા સેવીને પોતાના બાળકોને શાળામાં મોકલવો કે નહી જો હાલમાં કોરોનાનું સંક્રમણ વધતું જતુ હોવાથી લોકોમાં તેમાં વાલીઓમાં ચિંતા વ્યાપી છે. જોકે, કોરોના અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનામાં સપડાયેલા બે શિક્ષકોને તાત્કાલીક અસરથી સંચાલક મંડળે રજા ઉપર ઊતારી દેવામાં આવતાં ચિંતા ટળી હતી. ત્યારે અન્ય સ્ટાફ પણ કોરોનાનો ટેસ્ટ કરાવે તે જરૂરી બન્યું છે.