IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ૫ બેટ્સમેનમાં ૩ ભારતીય

આઈપીએલમાં દર વર્ષે એવા અલગ કારનામા થાય છે, જે આ લીગનું સ્તર દર વર્ષે આગળ વધારે છે. હંમેશા જોવા મળે છે કે આઈપીએલની દરેક સીઝનમાં કોઈને કોઈ બેટ્સમેન નવો કીર્તિમાન રચે છે. આઈપીએલના આ અનોખા રેકોર્ડ પર એક નજર કરીએ, આ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પાંચ બેટ્સમેનો પર. ખાસ અને ગર્વની વાત છે કે આ લિસ્ટમાં ત્રણ નામ ભારતીય બેટ્સમેનોના છે.


ભારતીય ટીમના હાલના સમયમાં પોતાના ઉત ખેલનો નજારો દેખાડનાર બેટ્સમેન કેએલ રાહુલના નામે આઈપીએલની સૌથી અડધી સદી નોંધાયેલી છે. વર્ષ ૨૦૧૮મા આઈપીએલની સીઝન ૧૧ દરમિયાન રાહુલે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સને નિશાન બનાવ્યું અને માત્ર ૧૪ બોલમાં ૫૧ રનની આક્રમક ઈિંનગ રમી હતી. મોહાલીના મેદાન પર રમાયેલી આ ઈિંનગમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ હતા.


આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય યૂસુફ પઠાણે આ ટૂર્નામેન્ટમાં બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. યૂસુફ પઠાણે આઈપીએલ-૭ દરમિયાન પોતાની ટીમ કેકેઆરના ઘરેલૂ મેદાન ઈડન ગાર્ડન પર સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મોરચો ખોલતા માત્ર ૧૫ બોલમાં અડધી સદૃી પૂરી કરી હતી. પઠાણે આ મેચમાં ૭ છગ્ગા અને ૫ ચોગ્ગાની મદદથી ૭૨ રન બનાવ્યા હતા.


કેકેઆરના કમાલના ઓલરાઉન્ડર ખેલાડી સુનીલ નરેને આઈપીએલ ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદૃી ફટકારી છે. આઈપીએલની સીઝન-૧૦મા નરેને આરસીબીની સામે વિસ્ફોટક બેિંટગ કરતા ૧૫ બોલમાં અડધી સદૃી પૂરી કરી હતી. તેણે પોતાની ૫૪ રનની ઈિંનગમાં ૪ છગ્ગા અને ૬ ચોગ્ગા ફટકાર્યા હતા.


મિસ્ટર આઈપીએલનો ખિતાબ હાસિલ કરનાર ચેન્નઈ સુપરિંકગ્સના સૌથી અનુભવી અને વિશ્ર્વાસપાત્ર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની દૃરેક સીઝનમાં ધમાકેદૃાર પ્રદૃર્શન કર્યું છે. વર્ષ ૨૦૧૪ની આઈપીએલ દૃરમિયાન િંકગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ક્વોલિફાયરમાં રૈનાએ ૨૫ બોલમાં ૮૭ રનની આક્રમક ઈિંનગ રમી હતી. આ મેચમાં સુરેશ રૈનાએ પોતાના આઈપીએલ કરિયરની સૌથી ઝડપી અડધી સદૃી માત્ર ૧૬ બોલમાં પૂરી કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝના ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ આઈપીએલમાં લગભગ દૃરેક રેકોર્ડમાં નોંધાયેલું છે. આ આધાર પર ગેલ આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદૃી ફટકારવા મામલે પાંચમાં સ્થાન પર છે. વર્ષ ૨૦૧૩મા જ્યારે ગેલે ૩૦ બોલમાં આઈપીએલની સૌથી ઝડપી સદૃી ફટકારી હતી, તે મેચમાં તેણે ૧૭ બોલમાં અડધી સદૃી પૂરી કરી હતી. ગેલે તે મેચમાં ૬૬ બોલમાં અણનમ ૧૭૫ રનની ઐતિહાસિક ઈિંનગ રમી હતી.