
ગોધરા, ઈદના તહેવાર નિમિત્તે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગ તારીખ 30 જૂન 2023 નારોજ પોલીસ હેડ કોટર ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના વડા હિમાંશુ સોલંકની અધ્યક્ષતામાં યોજવામાં આવી. જેમાં પંચમહાલ જિલ્લાના અગ્રણીઓ સમાજસેવીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહી ઈદની મુબારક બાદ આપી તહેવાર શાંતિ થી પસાર થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડએ મોટીવેશનલ સ્પીચ આપી સૌનું દિલ જીતી લીધું હતું.