ગોધરા સહિત જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો

ગોધરા, ગોધરા શહેરમાં સમી સાંંજે વિજળીના ધમકારા અને કડાકા ધડાકા સાથે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ વરસાદ પડતા વાતાવરણમાંં ડંડક પ્રસરી જવા પામી છે.

ગોધરા શહેર સહિત જીલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ મોડી સાંજે ગોધરા શહેરમાંં કડાકા ધડાકાભેર મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી કરતાંં શહેરના માર્ગો પાણી પાણી થયા છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણ થતાં વરસાદ નહિ વરસતા ગરમીનો અહેસાસ થતાં હતો પરંતુ મોડી સાંજે મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થવા પામી છે. સાથે જીલ્લાના તમામ તાલુકાઓમાંં વરસાદનુંં આગમન થતાં ઠંડક ખેડુતોમાં આનંદ.