ગોધરા તાલુકાના ટીમ્બા ગામ પાસે ઈકો ગાડીએ રીક્ષાને આગળથી ટકકર મારી ચાલકને ઈજાઓ પહોંચાડતા મોત

ગોધરા, ગોધરા તાલુકાના ટીમ્બા ગામ પાસે રીક્ષા ચાલક ધરેથી બે બાળકો લઈને નિકળેલ હતા. દરમિયાન રોડ ઉપર ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રીક્ષાને ટકકર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ઉદલપુર જતા રોડ ઉપર ટીંંમ્બા ગામ પાસેથી રાજકુમાર મગનભાઈ પરમારના ભાઈ રોહિતભાઈ પરમાર ઉ.વ.38 ઓટોરીક્ષા નં. જીજે.173વીવી.3895 માં ધવલ અશોકભાઈ બારીયા ઉ.વ. 10 પૃથ્વી સંજયભાઈ બારીયા ઉ.વ.13 સાથે રતનપુરથી કાંડડી નવીનગરીથી નિકળ્યા હતા. ત્યારે ટીમ્બા ગામ પાસે ઈકો ગાડી નંં. જીજે.07.ડીડી.1115ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવીછ રીક્ષાને આગળથી ટકકર મારી અકસ્માત સર્જીને રોહિતભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવી ગુન્હો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી.