સંતરામપુર, સંતરામપુર પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ સગીરાનું અપહરણ કરી યૌનશોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ લુણાવાડા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો.
પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુર પોલીસ મથકે મોરવા(હ)ના મેત્રાલના આરોપી રાકેશ બળવંતભાઈ ભેદી વિરૂદ્ધ 2021માં સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ યૌનશોષણ કરતાં પોકસો એકટ અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તે કેસ લુણાવાડા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી રાકેશ બળવંતભાઈ ભેદીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો. તેમજ ભોગ બનનારને કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ વળતર ચુકવવાનો આદેશ કર્યો.