ગોધરામાં ચોમાસાની શરૂઆત સાથે પશુઓનો ત્રાસ વધ્યો : બે આખલા જાહેરમાં બાખડતા વાહન ચાલકો પરેશાન

ગોધરા, ગોધરા શહેરમાં ચોમાસાના વરસાદની શરૂઆત થતાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓએ અડીંગો જમાવતા જોવા મળ્યા સાથે આખલા બખડતા બાઈક સવાર અફડેટમાં આવ્યો.

ગોધરામાં ચોમાસાની શરૂઆત સાથે રખડતા પશુઓને ત્રાસ સામે આવ્યો છે. સામાન્ય દિવસોમાં રોડ સાઈડોમાંં રખડતા પશુઓ વરસાદ પડતાની સાથે રોડ ઉપર અડીંંગો જમાવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બસ સ્ટેશન પાસે પોલીસ હેડકવાર્ટસ ગેટ પાસે બે આખલાઓ એક કલાક સુધી બાખડતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા. એક બાઈક સવાર રોડ ઉપર પટકાયો હતો. જાહેર માર્ગ ઉપર બાખડેલ આખલાઓને ભારે જહેમતે છુટા પાડવામાં આવ્યા.