ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે 19 જુને ટ્રેન અને પ્લેટ ફોર્મ વચ્ચે ફસાયેલ મુસાફરોને જી.આર.પી.જવાને જીવ બચાવ્યો

ગોધરા, ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે 19 જુન નારોજ હરિદ્વારથી બાંદ્રા તરફ જતી ટ્રેન માંથી મુસાફર પાણી લેવા ઉતર્યા બાદ ટ્રેન ઉપડી જતાં ટ્રેનમાં ચડવા જતાં પ્લેટ ફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલ મુસાફરનો જી.આર.પી. જવાને જીવ બચાવ્યાની ધટના સીસી ટીવી માં કેદ થયાનું સામે આવ્યું.

માહિતી મુજબ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે 19 જુન નારોજ હરિદ્વાર થી બાંદ્રા જતી ટ્રેન ગોધરા પ્લેટ ફોર્મ ઉપર રોકાતા મુસાફર પાણી ભરવા નીચે ઉતરેલ હતો. દરમિયાન ટ્રેન ઉપડતા મુસાફર ટ્રેનમાં ચડવા જતાં પડી જવાથી ટ્રેન અને ઉપડતા મુસાફર ટ્રેનમાં ચડવા જતાં પડી જવાથી ટ્રેન અને પ્લેટ ફોર્મ વચ્ચે ફસાયો હતો. દરમિયાન જી.આર.પી. જવાને સમય સુચકતા વાપરીને મુસાફરનો જીવ બચાવ્યો હોવાની ધટના સીસી ટીવીમાંં કેદ થઈ. જી.આર.પી. જવાને મુસાફરની જીંદગી બચાવીછ ફરજ અને માનવ ધર્મનું પાલન કર્યું.