પુરુષોના સેક્સ સર્વેમાં સામે આવી : શારીરિક સંબંધોમા ચાર ચાંદ લગાવી દેશે આ ટ્રીક.

  • પ્રસન્ન દાંપત્ય જીવનની ચાવી એટલે ફોરપ્લે 
  • ફોરપ્લેથી જીવી શકાય છે તંદુરસ્ત અને હેલ્થી શારીરિક જીવન 
  • તાજેતરના સર્વેમાં સામે આવ્યાં ચોંકાવનારા તારણ
  • અમદાવાદમાં 63 ટકા લોકોનો સ્વીકાર, કરી શકે છે 30 મિનિટનો ફોરપ્લે 
  • રાંચીના 27 ટકા લોકો માને છે કે હા તેઓ સેક્સ દરમિયાન ઓફીસ અને કામકાજની ચિંતા કરતાં જ હોય છે

 તંદુરસ્ત શારીરિક સંબંધોની ચાવી ફોરપ્લે છે. ફોરપ્લે (શારીરિક સંંબધ પહેલા રોમાન્સ) જેટલો વધુ કરવામાં આવે તેટલો સંબંધમાં વધારે આનંદ આવતો હોય છે અને આ વાત અમે નહીં પરંતુ જાણીતા ડોક્ટરો અને હેલ્થ નિષ્ણાંતો વાગી વગાડીને કહી રહ્યાં છે. પ્રસન્ન દાંપત્ય જીવન પસાર કરવા માટે ફોર પ્લે ખુબ જરુરી છે.

જો તમે પણ તમારા સાથીને વધુ આનંદ અને જાતીય સુખ આપવાં માંગતા હોય તો તે જાણવું જરૂરી છે કે મોટાં ભાગના લોકોને ફોરપ્લેમાં વધારે રસ હોય છે. તેઓ ફોરપ્લેમાં કોઈ જ ઉતાવળ કરવા માંગતા નથી અને મન ભરીને જાતીય આનંદ લેવા ઈચ્છે છે. એક જાણકારી એમ પણ છે જ્યારે કોઈ સેક્સ દરમિયાન દર વખતે કંઈક નવું કરે તો પાર્ટનરને વધુ સુખ આપી શકે છે. પુરુષ અને મહિલા બંને સેક્સ માટે નવું નવું કરવા વિચારતાં જ હોય છે. પુરુષો મોટે ભાગે એ જ સમસ્યામાં હોય છે કે બેડરૂમમાં તેમણે કેટલો સમય સેક્સ કર્યું? તેઓ હંમેશા એમ જ વિચારતાં હોય છે કે શું તેમણે તેમની સાથીને સંપૂર્ણ સુખ આપ્યું કે નહીઁ. 

ઘણા લોકો માટે ટાઈમિંગ ખુબ મહત્વ ધરાવે છે. જેટલો વધારે સમય ફોરપ્લેમાં આપી શકાય તેના પરથી સેક્સ લાઈફનું મૂલ્યાંકન કરતા હોય છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે જેટલો વધારે સમય ફોરપ્લેમાં આપી શકાય તેટલું વધારે સંતુષ્ટિ થાય છે.સર્વેમાં જાણકારી મળી છે તે પ્રમાણે ઇન્દોરનાં 91.5 ટકા લોકોએ માન્યું કે તેઓ બેડરૂમમાં 30 મિનીટથી વધારે સમય ફોરપ્લે કરે છે તેઓ આનાથી ખુબ સંતુષ્ટ છે. અમદાવાદમાં 63 ટકા, મુંબઈમાં 51.2 ટકા લોકોનું માનવું છે કે તેઓ 30 મિનીટ થી વધારે રોમાંસ અને ફોરપ્લે કરી શકે છે. 

સેક્સ દરમિયાન ઓફીસની ચિંતા 

જ્યારે વ્યક્તિ બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે અંગત પળો જીવતો હોય ત્યારે પણ તે ખુલીને પોતાના સાથીને પુરતો સમય આપી શકતો નથી. ભારતમાં થયેલા એક સર્વે અનુસાર એવા લોકો પણ છે જેમને સેક્સ દરમિયાન ઓફીસની ચિંતા સતાવતી હોય છે. ઓફીસમાંથી આપવામાં ટાર્ગેટ અને કામની ચિંતા સતત આવતા જ હોય છે. અને આ ચિંતાનાં લીધે તેઓ પોતાના આ કિમતી સમયને બરબાદ કરી દે છે.ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સેક્સ દરમિયાન આવા વિચારોથી ઘેરાયેલો હોય તો તે પોતે જ પોતાની સેક્સ લાઈફને બરબાદ કરી નાખે છે. કોઈ પણ સંબંધમાં શારીરિક સંબંધનું ખુબ જ મહત્વ હોય છે. ત્યારે જો કોઈ વ્યક્તિ સેક્સ દરમિયાન અન્ય વિચારો કરતો હોય તો તે તેના પાર્ટનરને કોઈ જ પ્રકારે સુખ આપી શકતો નથી જે બંને વચ્ચે તણાવનું કારણ બની શકે છે. 

સેક્સ દરમિયાન કામકાજ સિવાય પણ જાતજાતનું વિચારતા હોય છે લોકો 

એક સર્વે અનુસાર બેન્ગલુરુનાં 42.9 ટકા  લોકોએ માન્યું કે જયારે તેઓ સેક્સ કરી રહ્યા હોય ત્યારે ઓફીસની ચિંતા તેમના મગજમાં હોય જ છે. એટલું જ નહીં રાંચી જેટલા નાણા શહેરોમાં આ સમસ્યાઓ ઘેરાઈ રહી છે. રાંચીના 27 ટકા લોકો માને છે કે હા તેઓ સેક્સ દરમિયાન ઓફીસ અને કામકાજની ચિંતા કરતાં જ હોય છે. જોકે સેક્સોલોજીસ્ટ તો કંઈક અલગ જ કહી રહ્યા છે. સેક્સોલોજીસ્ટ અનુસાર ઘણા લોકો સેક્સ દરમિયાન કામકાજ સિવાય પણ ઘણું બધું વિચારતાં હોય છે. આ સર્વેમાં ઘણા બીજા ચોંકાવનારા ખુલાસા થયા છે.ઘણા એવા પણ છે જે પોતાના જ સાથી સામે કપડાં કાઢવાથી શરમાય છે. જેથી તેમને માત્ર અંધારામાં જ જ્યારે રોશની ઓછી હોય ત્યારે જ સેક્સ કરવું ગમે છે