સેન્સેક્સ ૪૪૬.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩,૪૧૬.૦૩ પોઈન્ટ પર બંધ રહ્યો

મુંબઇ, શેરબજાર આજે લાંબો ઉછાળો લેવામાં સફળ રહ્યો હતો. આઇટી અને બેન્કિંગ શેરોમાં ખરીદીના વળતરને કારણે બીએસઇ સેન્સેક્સ ૪૪૬.૦૩ પોઇન્ટના વધારા સાથે ૬૩,૪૧૬.૦૩ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઇ નિફ્ટી ૧૨૬.૨૦ પોઈન્ટ વધીને ૧૮,૮૧૭.૪૦ પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે નિફ્ટી માં સમાવિષ્ટ એચડીએફસી લાઈફના શેરમાં મહત્તમ ૫.૫૦%નો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય એપોલો હોસ્પિટલ, એસબીઆઈ, જેએસડબલ્યુ અને એસબીઆઈ લાઈફના શેરમાં સારો દેખાવ રહ્યો હતો.

એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી એ મંગળવારે શરૂઆતના વેપારમાં મજબૂત શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન, બજારને એચડીએફસી બંને શેર્સ, ઇન્ફોસિસ અને એમએન્ડએમ જેવા મોટા શેરોનો ટેકો મળ્યો હતો. બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ૨૩૫.૫૨ પોઈન્ટ વધીને ૬૩,૨૦૫.૫૨ ના સ્તર પર પહોંચી ગયો. દ્ગજીઈ નિફ્ટી ૭૨.૪ પોઈન્ટ વધીને ૧૮,૭૬૩.૬૦ પર હતો. સેન્સેક્સ શેરોમાં નોંધપાત્ર ઉછાળો ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસીસ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, એચડીએફસી અને એચડીએફસી બેન્કનો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. ૪૦૯.૪૩ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ શેરબજારના આંકડાઓ અનુસાર. અગાઉ સોમવારે સેન્સેક્સ ૯.૩૭ પોઈન્ટ્સ અથવા ૦.૦૧ ટકા ઘટીને ૬૨,૯૭૦ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૨૫.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૪ ટકા વધીને ૧૮,૬૯૧.૨૦ પર બંધ થયો હતો.

દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીદના કારણે ૨૯ જૂને બંધ રહેશે. અગાઉ ૨૮ જૂને બજાર બંધ રહેવાનું હતું. મહારાષ્ટ્ર સરકારે હવે ૨૯ જૂનને બકરીદની જાહેર રજા જાહેર કરી છે, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.