કોલોરોડો, જેમ્સ ક્રાઉન, એક અમેરિકન ઉદ્યોગપતિ, અબજોપતિ રોકાણકાર અને જેપી મોર્ગન ચેઝના લાંબા સમયથી ડિરેક્ટર, રવિવારે કોલોરાડોમાં કાર રેસિંગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. કોલોરાડો સન અનુસાર, અકસ્માત ત્યારે થયો જ્યારે મિસ્ટર ક્રાઉન વુડી ક્રીકના એસ્પેન મોટરસ્પોર્ટ્સ પાર્કમાં ઈમ્પેક્ટ બેરિયરને અથડાયો. તે પોતાનો ૭૦મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. પિટકીન કાઉન્ટી કોરોનર ઓફિસે કહ્યું કે મૃત્યુનું સત્તાવાર કારણ ઓટોપ્સી રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પરિસ્થિતિને જોતા હાલમાં આ અકસ્માત મોત હોવાનું માનવામાં આવે છે. જણાવી દઈએ કે તેઓ મોદીને તેમના યુએસ પ્રવાસ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા.
ક્રાઉન તેમના પરિવારની બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, હેનરી ક્રાઉન એન્ડ કંપનીના સીઇઓ અને પ્રમુખ હતા, જેમાંથી તેમને આશરે ઇં૧૦.૨ બિલિયનની નેટવર્થ વારસામાં મળી હતી. તેઓ જેપી મોર્ગન, જનરલ ડાયનેમિક્સ અને સારા લી સહિત અનેક કંપનીઓના ડિરેક્ટર પણ હતા. ગયા અઠવાડિયે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનરમાં પણ હાજરી આપી હતી.
૨૦૧૪ માં, તત્કાલિન યુએસ પ્રમુખ બરાક ઓબામાએ રાષ્ટ્રપતિના ગુપ્તચર સલાહકાર બોર્ડમાં ક્રાઉનની નિમણૂક કરી હતી. અમેરિકન ઉદ્યોગપતિના નિધન પર ઓબામાએ કહ્યું કે તેઓ અને તેમની પત્ની મિશેલ તેમના નિધનથી ખૂબ જ દુ:ખી છે.