- તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વનો દાવો છે કે આની પાછળ ભાજપના તોફાની તત્વોનો હાથ છે.
કૂચબિહાર : પશ્ર્ચિમ બંગાળમાં હવે ટૂક સમયમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તે પહેલા મંગળવારે કૂચ બિહાર જિલ્લાના દિનહાટામાં તૃણમૂલ કાર્યકરના ઘર પર ગોળીબાર થયો હતો. જેમાં ટીએમસીના એક કાર્યકરને ગોળી વાગતા તેમનું મૃત્યુ થયુ છે, આ સાથે જ ફાયરિંગમાં ૭ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પશ્ર્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીની જાહેરાત થયા બાદથી કૂચબિહારનું રાજકારણ ગરમાયું છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહારમાં ગઈ કાલે પ્રચાર શરૂ કર્યો હતો જે બાદને આજે સવારની પોરમાં ટીએમસી નેતાના ઘર પર ફાયરિંગ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સરહદી ગામ જરી ધરલામાં તૃણમૂલ અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. ત્યાર બાદ ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્યારે મળથી માહિતી મુજબ ગીતાલદહામાં બદમાશોએ તૃણમૂલ કાર્યકરના ઘરમાં ઘૂસ્યા હતા ૮ વ્યક્તિઓ પર ફાયરિંગ કર્યુ હતુ જેમાં એક નેતાનું મોત થયુ છે અને ૭ લોકો ઘાયલ થયા છે.
આ ફાયરિંગમાં બાબુ હક નામના તૃણમૂલ કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં વધુ ૭ લોકો ઘાયલ થયા છે. તેમને દિનહાટા ઉપજિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દિનહાટાની ઘટનામાં બાંગ્લાદેશથી બદમાશો લાવીને ખળભળાટ મચી ગયો હતો. તૃણમૂલ કોંગ્રેસના મૃતક કાર્યકર બાબુ હકના પરિવારમાં શોકની લહેર છે. તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વનો દાવો છે કે આની પાછળ ભાજપના તોફાની તત્વોનો હાથ છે. ભાજપે આ આરોપ સ્વીકારવાનો ઈક્ધાર કર્યો છે. તેમનો દાવો છે કે આની પાછળ ટીએમસીનો આંતરિક જૂથવાદ છે. આ બધા પાછળ ભાજપનો હાથ નથી. જો કે, પંચાયત ચૂંટણી દરમિયાન કૂચ બિહારમાં ફરી આતંક શરૂ થયો.
સીતાઈના ધારાસભ્ય જગદીશ વર્મા બસુનિયાએ આ ઘટના પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક પર નિશાન સાયું છે. તેમણે દાવો કર્યો, “ગઈકાલે દક્ષિણ આફ્રિકાથી બેટાગુરીમાં પોતાના ઘરે પરત ફરતી વખતે કેન્દ્રીય મંત્રીએ ભાજપના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.” કૂચબિહારના પ્રવાસ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ નિશીથ અધિકારી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે ગુંડા ગૃહમંત્રી છે અને તે વિસ્તારમાં અશાંતિ ફેલાવે છે. તેણે બીએસએફ પર સ્થાનિક યુવકોને ગોળી મારવાનો પણ આરોપ લગાવ્યો હતો. કૂચબિહાર એ ભારત-બાંગ્લાદેશની સરહદ પર આવેલો જિલ્લો છે અને આ વિસ્તારમાં પશુઓની તસ્કરીની ઘટનાને કારણે અવારનવાર બીએસએફ સાથે ફાયરિંગની ઘટનાઓ બને છે.