ન્યૂયોર્કમાં ભારતની જેમ સ્કૂલોમાં હવે દિવાળીની રજા, મેયરની જાહેરાત કરી

ન્યુયોર્ક, દિવાળી પર હવે ન્યૂયોર્ક શહેરની સ્કૂલોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. મેયર એરિક એડમ્સે આ વાતની જાણકારી આપી હતી. ન્યૂયોર્કમાં હજારો લોકો દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે. આ જાહેરાત રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં અમેરિકામાં સૌથી મોટી સ્કૂલ પ્રણાલીમાં તેને રજાના રૂપમાં જાહેર કરવાનો કાયદો લાગુ કર્યા પછી કરવામાં આવી છે.

મેયર એરિક એડમ્સે આ નિર્ણયને સ્થાનિક પરિવારો માટે એક મહત્વપૂર્ણ જીત ગણાવી છે. મેયરે ટ્વીટ કરતા લખ્યુ, “મને દિવાળીએ સ્કૂલમાં રજા મનાવવાની લડાઇમાં વિધાનસભા સભ્ય જેનિફર રાજકુમાર અને સમાજના નેતાઓ સાથે ઉભા થવા પર ગર્વ છે. મને ખબર છે કે આ વર્ષની શરૂઆતમાં જ થઇ ગયું છે, છતાં પણ શુભ દિવાળી.”

મેયરે કહ્યું કે મને આ વાતનો પુરો વિશ્ર્વાસ હતો કે ગવર્નર કૈથી હોચુલ આ બિલ પર હસ્તાક્ષર કરી દેશે. આ નિર્ણયને હજુ પણ ગવર્નર કૈથી હોચુલ દ્વારા કાયદામાં સામેલ કરવાનો બાકી છે. નવી રજા સ્કૂલ હોલી ડે કેલેન્ડર પર બ્રુકલિન-ક્વીન્સ ડેની જગ્યા લેશે.

જાહેરાત બાદ, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમારે ટ્વીટ કર્યુ, “આજે સિટી હોલમાં મેયર એરિક એડમ્સ સાથે મારી પ્રેસ કોન્ફરન્સ હતી. મને મેયર એરિક એડમ્સ સાથે દિવાળીમાં સ્કૂલની રજા મનાવવાની લડાઇનું નેતૃત્વ કરવા અને જીતવા પર ગર્વ છે.”

એડમ્સે કહ્યું, “હવે અમે કહી શકીએ છીએ કે ન્યૂયોર્ક તમામ માટે બનેલું છે. કોઇ ફરક નથી પડતો કે તમે ક્યાંથી આવ્યા છો. આ વર્ષે દિવાળી ૧૨ નવેમ્બરે મનાવવામાં આવશે, માટે ૨૦૨૪માં પ્રથમ વખત સ્કૂલમાં એક દિવસની રજા હશે.