- પી.એસ.આઇ. રાઠવાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ.
ઝાલોદ, ઝાલોદ નગરમાં આજરોજ 27-06-2023 મંગળવારના રોજ આગામી તારીખ 29-06-2023 નાં રોજ આવનાર બકરી ઈદ નિમિત્તે સવારે 12 કલાકે પી.એસ.આઇ. રાઠવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. પી.એસ.આઇ. રાઠવા દ્વારા આગામી તહેવારમાં કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને, ખોટી ગેર સમજને લઈ કોઈ ગેરમાર્ગે ન જાય, કોઈ પણ ખોટી ભડકાઉ અફવાઓને ધ્યાન ન આપે તેમજ કોઈ પણ નાનામાં નાની શંકા કે કોઈ પણ અણબનાવને લઈ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેમજ કોઈ પણ જાતનો વેસ્ટ કચરો જેને લઈ કોઈ વિવાદ થાય તેવો કચરો જાહેર રસ્તા કે કોઈ પણ જગ્યાએ ફેંકવો નહીં અને બકરીઇદ દરમિયાન કોઈ પણ ગૌવંશ કતલના ઇરાદે કોઈ લાવે નહીં તેમજ કોઈ પણ જગ્યાએ ગૌવંશનુ કતલ થશે તો કાયદેસરના પગલાં લેવાશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદારો દ્વારા પણ આવી કોઈ પણ ઘટના નહીં બને તેવું જણાવ્યું હતું. છેલ્લે પી.એસ.આઇ. રાઠવા દ્વારા સહુને આગામી બકરીઈદના તહેવારની શુભકામનાઓ આપી હતી.