દાહોદ, જનસંપર્કથી જનસમર્થન, જનસમર્થનથી જનવિશ્ર્વાસ તા. 25-06-2023 નારોજ પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદીના 9 વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક યોજનામાં વખતપુરા બુથ નંબર – 145 માં જીલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા અને તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઈ હાંડા, સરપંચ દલુભાઈ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી. બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે ઘર સંપર્ક દરમ્યાન સ્ટીકર લગાવ્યા, પત્રિકા વિતરણ કરી, કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને યોજનાઓની જાણકારી આપી તથા 9090902024 નંબર પર મિસકોલ કરાવી સંપર્ક અભિયાનમાં જોડ્યા અને વિસ્તારક યોજનાની શરૂઆત કરાવી.