દાહોદ,આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલના આયોજનથી આમ આદમી પાર્ટી દાહોદ યુથ સેક્રેટરી કિરણભાઈ બારીયા, આપ ગુજરાત કિસાન પ્રદેશ ઉપાધ્યક્ષ રમસુભાઈ હઠીલાની ઉપસ્થિતમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા તથા આપ ટીમ દ્વારા સંજેલી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. સુરત 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના ઇરાદે દીવાલ સાથે માથું પછાડી 6″ ફૂટ ઊંચી દીવાલ ઉપરથી ઝાડીમાં ફેંકી દઈ આરોપી ફરાર થઈ ગયો હતો. સાથે સાથે પલસાણા ખાતે જી.એન.એમ. નર્સિંગની વિધાર્થીની ઉપર ખોટા આક્ષેપ કરી ટોર્ચર કરતા સોનલબેન નામની યુવતીની રહસ્યમય સંજોગોમાં થયેલી મૃત્યુની તટસ્થ તપાસ કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી. આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ કરી છે.