દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે પાંચેક દિવસ અગાઉ ગામના જ એક ચોક્કસ કોમના ઈસમે તેના જ ગામના ઈસમને ફોન પર ગાળો બોલી આર.એસ.એસ. માટે અપશબ્દો બોલી ધાર્મિક લાગણી દુર્ભાય તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગાલ પર તેમજ બરડામાં મૂક્કા મારી એક મહિા સહિત ત્રણને ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.
સુખસર ગામે પંચમુખી હનુમાન મંદિરની નજીક રહેતા રાહુલભાઈ ચિલોકચંદ દરજી અને તેની પત્ની મંજુલાબેન ગઈકાલે બપોરે ત્રણથી સાડા ત્રણ વાગ્યાના સુમારે સુખસરના ઈમરાન ઈશાકભાઈ સીતા, તોશીફ ઈશાકભાઈ સીતા તથા આમીનભાઈ ઈશાકભાઈ સીતા, એમ ત્રણે સગાભાઈઓએ આવી તારા કાકાના છોકરા દર્શનને દુકાનમાંથી બહાર કાઢ તેમ કહી રાહુલભાઈ દરજીને કહેતા રાહુલભાઈ દરજી દુકાનમાંથી બહાર આવતા ઈમરાન સીતાએ ધક્કો મારી નીચે પાડી દીધા હતા તેમજ તોસીફ સીતાયે મંજુલાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને દર્શનભાઈને અદનાન રીઝવાનભાઈ સીતાએ પાંચેક દિવસ પહેલા ફોનમાં ગાળો બોલી તારી અને તારા આર.એસ.એસ.ની મા.બેન એક કરી નાંખીશ તેમ કહી ધાર્મિક લાગણી દુર્ભાય તેવી ગાળો બોલી હાથમાં ચપ્પુ રાખી જીવતો છોડીશ નહી તેમ કહી ધમકીઓ આપી હાથે પકડી ગાલ પર તેમજ બરડાના ભાગે મૂક્કા મારી ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ સંબંધે સુખસર ગામે પંચમુખી હનુમાન મંદીર નજીક રહેતા રાહુલભાઈ ત્રિલોકચંદ દરજીએ તેના જ ગામના ઈમરાન ઈશાકભાઈ સીતા, તોસીફ ઈશાકભાઈ સીતા, આમીલ ઈશાકભાઈ સીતા તથા અદનાન રીઝવાન સીતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 323, 504, 506(2), 507, 295(ક), 114 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.