શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્યે MOU થયા

ગોધરા, પરમ પૂજ્ય વિશ્ર્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આજે શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે સંસ્કૃત ભાષાના જતન, સંરક્ષણ અને સંવર્ધન માટે ખઘઞ થયા.

આ પ્રસંગે શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.પ્રતાપસિંહજી ચૌહાણ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો. લલીતભાઈ પટેલે સંસ્કૃતની વિશેષતાઓ વિશે ચર્ચા કરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ બંને યુનિવર્સિટીઓ વચ્ચે સંસ્કૃત ભાષાને લઈને કેવા કાર્યક્રમો થશે. એ વાતની સૌને જાણકારી આપી હતી.

આ પ્રસંગે અનુસ્નાતક સંસ્કૃત વિભાગના નિયામક ડો. રાજેશ વ્યાસ અને યુનિ.ઈ.સી.મેમ્બર ડો.અજયભાઈ સોની દ્વારા MOU અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ઉત્સાહપૂર્વક કાર્ય કરવાની તત્પરતા દર્શાવી હતી.