ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતિમાં “મેરા બુથ સબસે મજબૂત” કાર્યકમ નિહાળવામાં આવ્યું

ગોધરા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજરોજ મધ્યપ્રદેશના ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો.

ગોધરા એ.પી.એમ.સી. ખાતે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે.રાઉલજીની વિશેષ ઉપસ્થિતિમાં પંચમહાલ જીલ્લા, ગોધરા નગર તથા ગોધરા તાલુકા ભાજપાના હોદેદારો અને કાર્યકરો સાથે સદર કાર્યકમ નિહાળવામાં આવ્યું. ભાજપાના વરિષ્ઠ મહાનુભવોનાં સંવાદને નિહાળી પ્રધાનમંત્રીનું અમૂલ્ય માર્ગદર્શન મેળવેલ. ધારાસભ્ય દ્વારા ગોધરા વિધાનસભાના તમામ બુથને વધુમાં વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરેલ હતા.

આ કાર્યકમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, જીલ્લા ભાજપા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, જીલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, જીલ્લા પંચાયતનાં દંડક એ.બી.પરમાર, ગોધરા તાલુકા પ્રમુખ સરદારસિંહ પટેલ, ગોધરા નગર મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, પંચમહાલ જીલ્લા સહકારી સેલના પ્રમુખ ચંદ્રસિંહ ડી. રાઉલજી, બજાર સમિતિ ગોધરાના સભ્યઓ, નગર પાલિકાનાં કાઉન્સિલરો, તાલુકા પંચાયતનાં સભ્યઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.