કાંકણપુર, તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં વિંજોલ ખાતે તાજેતરમાં વિશ્ર્વવંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના આશીર્વાદ સાથે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ અને સુવર્ણચંદ્રક એનાયત કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાણસોરીયા, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, પંચમહાલ જીલ્લા કલેક્ટર, ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં જે.એલ.કે. કોટેચા આર્ટસ અને એસ.એચ.ગાર્ડી કોલેજના વિદ્યાર્થી શંકરભાઈ ભરતભાઇ પરમારને સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો તે માટે કોલેજના આચાર્ય ડો. જગદીશભાઈ પટેલ, કોલેજ પરિવાર સહિત સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ ગૌરવની લાગણી અનુભવી છે અને હાર્દિક શુભકામનાઓ પાઠવી.