ગોધરા ભુરાવાવ જૈન સમ્રાટ સોસાયટીના મકાન માંથી દાગીના અને રોકડ મળી 1.46 લાખની ચોરી કરતાં ચોર ઈસમો

ગોધરા, ગોધરા ભુરાવાવ જૈન સમ્રાટ સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. ધરનો દરવાજો તોડી તિજોરી માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1,41,500/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના ભુરાવાવ જૈન સમ્રાટ સોસાયટીના મકાન નં.112 ચંદ્રીકાબેન જવેરસિંહ ભુરીયાના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ધરના મુખ્ય દરવાજો તોડી ચોર ઈસમો ધર માંથી પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિકકા કિંમત 1,32,500/-રૂપીયા તેમજ રોકડા 14,000/-રૂા. મળીને કુલ 1,46,500/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.