પાવાગઢ, પાવાગઢ બાયપાસ હાઈવે રોડ ઉપર સરકારી યોજનાના તેલના ડબ્બા ભરીને પસાર થતી ટ્રક પલ્ટી ખાઈ જતાં તેલ ઢોળાઈને ખેતરમાં વહેતું થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ પાવાગઢ બાયપાસ હાઈવે રોડ ઉપર વડાતળાવથી શિવરાજપુર રોડ ઉપર ગાંંધીધામ અંજારની ગોકુલ એગ્રો રિસોર્સ લી. કંપની માંથી સરકારી યોજના “પી.એમ.પોષણ યોજના” હેઠળ તેલના ડબ્બા ભરેલી ટ્રક હાલોલ, કાલોલ, જાંબુધોડા ડીલીવરી આપવા માટે ટ્રક આવેલ હતી. તે ટ્રક પાવાગઢ બાયપાસ રોડ ઉપર ટ્રક આકસ્મિક રીતે પલ્ટી ખાઈ હતી. જેને લઈ ટ્રકમાં તેલના ડબ્બા ખેતરમાં ઠલવાયા હતા. જેને લઈ ખેતરમાં તેલ રેલાતુંં જોવા મળ્યું હતું. રોડ ઉપર પલ્ટી ખાઈ ગયેલ ટ્રકમાં સરકારી યોજનાના લોગોવાળા હોવાથી ડબ્બાની ચોરી થઈ ન હતી. પાવાગઢ બાયપાસ રોડ ઉપર પલ્ટી ગયેલ ટ્રકમાં હાલોલ તાલુકાના 783 ડબ્બા કિંમત 14,22,117/-રૂપીયાનાં 13,095 કિલો ગ્રામ તેલનો જથ્થો, કાલોલ તાલુકાના 824 ડબ્બા કિંમત 13,42,296/- રૂપીયાનું 12,360 કિલો તેમજ જાંબુધોડા તાલુકાના 177 ડબ્બા કિંમત 2,88,333/-રૂપીયાનું 2,655 કિલો તેલનો જથ્થો ભરેલ હતી. ગાંધીધામ થી ડીલીવરી આપવા આવેલ પહેલા જાંબુધોડા જથ્થો પહોંચાડવા જતાં ટ્રક પલ્ટી જવાનો બનાવ બન્યો હતો.