- શહેરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સર્મથકો સાથે કલેકટરને આવેદન આપ્યું.
ગોધરા, ગોધરા તાલુકાના વિંઝોલ ગામ બીજેપીના નેતા દ્વારા ગૌચર જમીન માંથી ખાણ ખનિજ વિભાગની રહેમનજર હેઠળ બેફામ રેતી ખનન કરવામાં આવતુંં હોય આ બાબતે શહેરા તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.
ગોધરા તાલુકાના વિંઝોલ ગામે ગૌચર જમીન માંથી ભાજપના નેતા રયજીભાઈ પરમાર દ્વારા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. ખાણ ખનિજ વિભાગની રહેમનજર હેઠળ ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ગૌચર જમીન માંથી મોટા પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવતું હોવા છતાં ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરવા માટે પેટનું પાણી હાલતું નથી. વિંઝોલ ગામે ભાજપના નેતા દ્વારા ગૌચર જમીન માંથી થતાં રેતી ખનનની જાણકારી પુરાવા સાથે ખાણ ખનિજ વિભાગને આપવા છતાં કાર્યવાહી નહિ કરતાં શહેરા તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકી સહિત સમર્થકો સાથે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદન આપી ધરણા ઉપર બેસવા પહોંચતા જીલ્લા કલેકટર દ્વારા તપાસની ખાત્રી આપીને મામલો થાળે પાડયો હતો. ભાજપના નેતા રયજીભાઈ પરમાર અગાઉ પણ ગેરકાયદેસર ખનિજ ચોરી મામલે કાર્યવાહી કરાઈ હતી.