કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગના રામપુરી ફળીયા પાસે નેશનલ કોરીડોરના નાળામાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન

કાલોલ,કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગ્રામ પંચાયતના રામપુરીફળીયામાં જતા દિલ્હી-મુંબઈ રોડ આવેલ છે. ત્યાં નીચેથી અવરજવર કરવા માટે અંડર ગ્રાઉન્ડ નાળુ બનાવ્યું છે. આસપાસના ખેતરો માંથી આવેલ પાણી આ નાળામાં ભરાઈ જાય છે. તેમજ રામપુરી જવાના મુખ્ય રોડ પર ખુબ જ પાણી ભરાઈ જાય છે. જેથી કરીને સ્કૂલમાં જતા માસુમ બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ભાદરોલીમાં સ્કૂલ જવાનુ હોય છે, તો પણ પાણીના કારણે લાંબો સમય સુધી વિધાર્થીઓ સ્કૂલ જઈ શકતા નથી અને પાણી ભરાવવાને કારણે સ્થાનીક રહીશો અને નોકરી પર જતા કર્મચારીઓને ભારે પરેશાની વેઠવી પડે છે અને તેમના ટુ વ્હીલર પણ પસાર થતા નથી. જેથી આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે.