લુણાવાડા,મહિસાગર જિલ્લામાં 66 હજાર ખેડુતોએ આધારકાર્ડ અને કે.વાય.સી.રજુ નહિ કરાવતા તેમને મળતી વાર્ષિક 6 હજાર રૂપિયાની પી.એમ.કિસાન સન્માનનિધિ સહાય બંધ થઈ શકે છે. કેન્દ્રની મોદી સરકારે માર્ચ-2019માં કિસાન સન્માનનિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત ખેડુતોએ દર 4 મહિને 2000 એક વર્ષે કુલ 6 હજાર રૂપિયા સહાય આપવામાં આવી રહી છે. ત્યારે મહિસાગર જિલ્લામાં પણ આ સહાય આપવામાં આવી રહી છે. જેમાં 13 હપ્તા ચુકવવામાં આવ્યા છે. અને હવે આગામી સમયમાં 14મો હપ્તો જમાં થશે. હાલ જિલ્લામાં 1.24 લાખથી વધુ ખેડુતોને સહાય મળી રહી છે. આ દરમિયાત ગત એપ્રિલના મઘ્યમાં સરકારી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર સાથે કે.વાય.સી.ફરજીયાત બનાવ્યુ હતુ. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં સહાય લેતા ખેડુતોએ પણ તે કાર્યવાહી કરી હતી. જોકે ઉકત પ્રોસેસ ફરજીયાત બનાવ્યાને આજે એક વર્ષ થયા બાદ 66024 ખેડુતો દ્વારા પ્રોસેસ પેન્ડિંગ રાખતા હજુ આધાર ઈ-કે.વાય.સી.નહિ કરનાર ખેડુતો સહાય અટકી શકે છે. જેમાં ઈ-કે.વાય.સી.નહિ કરાવનારના ખાતામાં પી.એમ.કિસાન સન્માનનો આગામી હપ્તો જમાં ન થાય તો નવાઈ નહિે.શ