ગરબાડા, ગરબાડા નગરના રામદેવપીરના મંદિર પાસે વર્ષ-2021મમાં ત્રણ લાખના ખર્ચે સ્વચ્છ ભારત મિશન, 15માં નાણાંપંચ અંતર્ગત જાહેર શોૈચાલય બનાવવામાં આવ્યુ હતુ. જે અત્યાર સુધી ચાલુ નથી કરાયુ. આ શોૈચાલયના દરવાજા કેટલાક તત્વોએ તોડી નાંખતા ચકચાર મચી જવા પામી છે.
મંદિર પરીસરની પાસે જાહેર શોૈચાલય બનાવવા સામે કેટલાક લોકોએ જે તે સમયે વિરોધ કર્યો હતો. તેમજ આ બાબતે સ્થાન્કિો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં અહિં જાહેર શોૈચાલય બનાવી દેવામાં આવ્યુ હતુ. મંદિર પરીસરની પાસે અગાઉ પણ શોૈચાલયો હતા જેનો દુરૂપયોગ થતો હતો. તેમ છતાં મંદિર પાસે શોૈચાલય બનાવી દેવામાં આવતા સ્થાનિક રહિશોએ વિરોધ કર્યો હતો.